Vicharva jevu

*મને ગમેલો અત્યાર સુધીનો સૌથી સારો ચુંટણી લક્ષી મેસેજ.*





*રાજકારણ માં રસ લેતા મિત્રો ને જણાવવાનું કે અતી દિલથી રાજકીય રસ લેવો નહીં.* 

*સારા* માણસ *ટિકિટ* થી *વંચીત* રહે છે. 
ને
બાહુબલી ને *ટિકિટ* મળે છે ત્યારે *દિલને* એટેક આવેછે.

બધા *ભારતીયો* ને ચાહવું.  

કોઈથી *નફરત* કરવી નહીં.  

*ગામ*માં *સંપ* રહે,  
*સોસાયટી* માં *સંપ* રહે,
*કુટુંબ* માં *સંપ* રહે એનુ *ધ્યાન* રાખવુ.

રાજકીય ઉમેદવાર નું *ખેંચવું*નહિ.

*બાકી આજે ભાજપ માં છે, અે કાલે કોંગ્રેસ માં જતા રહેશે,* 
*ને જે આજે કોંગ્રેસ માં છે, એ કાલે ભાજપ માં જતા રહેશે.*

બહુ *દુઃખી* થવું નહીં.
જાડી *ચામડી*ના થવું. 
ધંધામાં *ધ્યાન* રાખવું.  

કોઈ *પક્ષ* ને વધારે *દેશભક્તિ* વાળો સમજી *કુદી* નો પડવું.  

*તમારે દેશહિતનાં કાર્યો જાતે કરવા.*

👉🏼પાવરચોરી *ના* કરવી.  
👉🏼ટ્રાફિક ના *નિયમો* પાળવા.
👉🏼ગંદગી *ના* કરવી.
👉🏼સગા ભાઈને *આર્થિક* મદદ કરવી.  

*કોઈને નડવું નહીં.*

👉🏼સોસાયટી માં *ગાડી* નું *પાર્કિંગ* કોઈને *નડે* એમ *ના* કરવું.

👉🏼ગરીબ *ફેરિયા* પાસે બહુ *કસ* નો મારવો.

👉🏼ઘરમાં *મ્યુનિસિપાલિટી* ના નળ નું *પાણી* બહુ *બગાડવું* નહીં. 

👉🏼તમાકુના *માવા* ખાઇ ને જ્યાં- ત્યા  *થુકવું* નહીં.

આવી અનેક  *દેશહિત* ની *સેવા* છે જે *તમે* કરી *શકો.*

બાકી ટીવી ના *ડિબેટ* માં *દેશહિત* મા જે મુદ્દા ઉપાડે તે *સાંભળવામાં* સમય *બગાડવો* નહીં

અને

મોટેથી  ટીવી નો *અવાજ* કરી ઘરમાં પત્ની બાળકો માતાપિતા ને *ખલેલ* પહોંચાડવી નહીં તેમજ રાજકીય લોકોના *મેસેજ* વોટ્સઅેપ માં *ફોરવર્ડ* કરી સામાં નો  સમય *બગાડવો* નહીં. 

*આ બધી દેશસેવા જ છે.*

પ્રિય *દેશવાસીઓ* રાજકિય લોકો,
જે *ચૂંટણી* સમયે દેશહિતના *મુદ્દા* લાવે છે અે *દેશહિતના* હોતા નથી, પણ ફક્ત *ચૂંટણી  જીતવાનાજ* હોય છે,
*માટે ધંધામાં  ધ્યાન આપો.*

*મતદાન કરજો પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં.*

*વિચારવા 🤔 જેવુ ખરુ કે નહી?🙏

Comments