સફળ જીવન ના સોનેરી સૂત્રો અપનાવી જીવન ધન્ય બનાવો.
જીવનમાં લક્ષ્ય નક્કી કર્યા પછી પણ જયારે સફળતા નથી મળતી ત્યારે માણસ નિરાશ થઈ જાય છે . એ વખતે માણસે થોડા ઊંડે ઊતરીને આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે સફળતા મેળવવા માટે જરૂરી હોય એવી કઈ બાબતોની આપણે ઉપેક્ષા કરીએ છીએ . અહીં એવા કેટલાક મુદ્દા આપવામાં આવ્યા છે . તેમને ધ્યાનમાં રાખીને આપણે આત્મસમીક્ષા કરી આપણામાં એ ગુણોનો વિકાસ કરીશું તો અવશ્ય સફળતા મેળવી શકીશું .
દીર્ધદષ્ટિયુક્ત વિચારો - આપણે જીવનલક્ષ્ય વિશે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે સર્વાગી વિચારો કરવા જોઈએ . આપણા વ્યક્તિત્વ , રસ , રુચિ , યોગ્યતા વગેરેને ધ્યાનમાં રાખીને વિચારવું જોઈએ . આપણે આંતરિક મૂલ્યાંકન કર્યા વગર કાર્ય કરવા મંડી પડીએ તો ઇચ્છિત સફળતા મળવામાં શંકા રહે છે , તેથી આપણું યોગ્ય મૂલ્યાંકન કરવું ખૂબ જરૂરી છે . ત્યાર પછી જો પ્રયાસ કરવામાં આવે તો આપણે આપણી મંજિલ સુધી પહોંચી શકીશું .
કલ્પનાશક્તિ - સારી કલ્પના વાસ્તવમાં એક શક્તિ છે , પરંતુ આપણે તેના તરફ ધ્યાન આપતા નથી . પોતાની યોગ્યતા વિશે આપણને શંકા હોય અને આપણી સામે લક્ષ્ય સ્પષ્ટ ન હોય તો આપણે નકામી કલ્પનાઓ કરતા રહીએ છીએ અને એના પરિણામે ઇચ્છિત સફળતા મળતી નથી . આપણી યોગ્યતા તથા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો યોગ્ય કલ્પના કરવામાં આવે તો તે આપણા માટે વરદાનરૂપ સાબિત થાય છે . આપણી કલ્પના જેવી હશે એવું જ પરિણામ મળશે . આપણા વિચારો કલ્પનાને અનુરૂપ બનતા જાય છે અને પછી એ દિશામાં ક્રિયા પણ શરૂ થઈ જાય છે અને વહેલા મોડાં એ કલ્પના સાચી સાબિત થાય છે . અત્યાર સુધી જેટલી શોધો થઈ છે તે બધી વૈજ્ઞાનિકોના મનમાં પેદા થયેલી કલ્પનાનું જ પરિણામ છે .
પ્રચંડ ઇચ્છાશક્તિ - કલ્પનાની સાથે પ્રચંડ જાય ઇચ્છાશક્તિ પણ હોવી જરૂરી છે . ફક્ત કલ્પનાઓ કરતા રહેવાથી શેખચલ્લીના દિવાસ્વપ્ન જેવી પરિસ્થિતિ પેદા થાય છે અને વાસ્તવમાં આપણી ઇચ્છા પ્રમાણે સફળતા મળતી નથી . નેપોલિયનમાં પ્રચંડ ઇચ્છાશક્તિ હતી એના કારણે જ તે ફ્રાંસનો સરખુખત્યાર બની શક્યો હતો . એ જ પ્રચંડ ઇચ્છાશક્તિની મદદથી ચાણક્ય નંદવંશનો નાશ કરીને ચંદ્રગુપ્તને મગધનો સમ્રાટ બનાવી દીધો હતો . આમ , નક્કર સફળતા મેળવવા માટે પ્રચંડ ઇચ્છાશક્તિ હોવી અનિવાર્ય છે . પોતાની શક્તિ પર વિશ્વાસ - પોતાની શક્તિમાં દેઢ વિશ્વાસ હોવો અત્યંત જરૂરી છે . જો આપણને આપણી જ શક્તિ પર વિશ્વાસ ન હોય તો કઈ રીતે સફળતા મળે ? થોડીક મુશ્કેલી આવતાં જ આપણે હિંમત હારી જઈશું . પ્રથમ નાનાં લક્ષ્ય નક્કી કરવાથી સફળતા મળે છે અને એના કારણે આપણને પોતાની શક્તિ પર વિશ્વાસ વધતો જાય છે . કહેવત છે કે જેમને પોતાની ઉપર વિશ્વાસ હોય છે તેમને ભગવાન પણ મદદ કરે છે . સંસારમાં જે જે મહાપુરુષો સફળ થયા છે તેનું કારણ તેમનો આત્મવિશ્વાસ જ છે . જે લોકો પોતાની શક્તિઓને ઓળખી લે છે તેમનું ભવિષ્ય ઉજજવળ હોય છે , તેથી “ હું આ કામ અવશ્ય કરી શકીશ ” એવા વિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ .
એકાગ્રતા - મનને એકાગ્રતાપૂર્વક લક્ષ્ય પર કેન્દ્રિત રાખવું ખૂબ જરૂરી છે . સૂર્યનાં કિરણો જ્યાં સુધી વિખરાયેલાં હોય છે ત્યાં સુધી સામાન્ય ગરમી આપે છે , પરંતુ જ્યારે તેમને બહિર્ગોળ લેન્સ દ્વારા એક બિંદુ પર એકાગ્ર કરવામાં આવે છે તો એ થોડાંક કિરણો આગ પણ લગાવી શકે છે . એ જ રીતે આપણા વિચારો તથા મનને એકાગ્ર રાખવામાં આવે તો ચમત્કરિક શક્તિ પેદા થાય છે . મન જે વિષયમાં કેન્દ્રિત થાય છે તેને પ્રકાશિત કરી દે છે .
ન હોય તો કઈ રીતે સફળતા મળે ? થોડીક મુશ્કેલી આવતાં જ આપણે હિંમત હારી જઈશું . પ્રથમ નાનાં લક્ષ્ય નક્કી કરવાથી સફળતા મળે છે અને એના કારણે આપણને પોતાની શક્તિ પર વિશ્વાસ વધતો જાય છે . કહેવત છે કે જેમને પોતાની ઉપર વિશ્વાસ હોય છે તેમને ભગવાન પણ મદદ કરે છે . સંસારમાં જે જે મહાપુરુષો સફળ થયા છે તેનું કારણ તેમનો આત્મવિશ્વાસ જ છે . જે લોકો પોતાની શક્તિઓને ઓળખી લે છે તેમનું ભવિષ્ય ઉજજવળ હોય છે , તેથી “ હું આ કામ અવશ્ય કરી શકીશ ” એવા વિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ . એકાગ્રતા - મનને એકાગ્રતાપૂર્વક લક્ષ્ય પર કેન્દ્રિત રાખવું ખૂબ જરૂરી છે . સૂર્યનાં કિરણો જ્યાં સુધી વિખરાયેલાં હોય છે ત્યાં સુધી સામાન્ય ગરમી આપે છે , પરંતુ જ્યારે તેમને બહિર્ગોળ લેન્સ દ્વારા એક બિંદુ પર એકાગ્ર કરવામાં આવે છે તો એ થોડાંક કિરણો આગ પણ લગાવી શકે છે . એ જ રીતે આપણા વિચારો તથા મનને એકાગ્ર રાખવામાં આવે તો ચમત્કરિક શક્તિ પેદા થાય છે . મન જે વિષય માં કેન્દ્રિત થાય છે તેને તે પ્રદર્શિત કરી દે છે. વૈજ્ઞાનિકો ને જે સફળતા મળે છે તેનું કારણ તેમની એકાગ્રતા શક્તિ જ હોય છે.
સદભાવ તથા શુભ આશય - લક્ષ્ય નક્કી કરવામાં આવે , પરંતુ એમાં જો ફક્ત સ્વાર્થ અને અહંકાર ભળેલા હોય તો માણસ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી . જે લોકો જીવનમાં સફળ થયા છે તેમણે પોતાના સાથીઓ પ્રત્યે સદ્દભાવ રાખ્યો હતો . ધાક તથા દબાણથી કોઈ કાર્યમાં ઉત્તમ પ્રકારની સફળતા મળતી નથી , પરંતુ જ્યારે પોતાના સાથીઓ સાથે સંભાવ , પ્રેમ તથા આત્મીયતાની ભાવના રાખીને કામ કરવામાં આવે તો એમાં અવશ્ય સફળતા મળે છે . પોતાનું લક્ષ્ય શુભ હોય તો એનાથી અનેક લોકોનું હિત સધાય છે , તેથી આપણે એવું લક્ષ્ય નક્કી કરવું જોઈએ કે પોતાનો સ્વાર્થ સાધવાની સાથે સાથે બીજાઓનું પણ કલ્યાણ થતું હોય , એવા લોકોને મહાન ગૌરવ તથા ઊંડો સંતોષ મળે છે . એની સાથે સાથે બધાનો સહયોગ પણ પ્રાપ્ત થાય છે . ધીરજ - આપણે જ્યારે જીવનનું લક્ષ્ય નક્કી કરીને આગળ વધીએ છીએ ત્યારે એવું ન માનવું જોઈએ કે મને સફળતા મળી જ જશે . સફળતાના માર્ગમાં અનેક વિદ્ગો તથા પડકારો ઊભા થતાં જ રહે છે . જો તેમનાથી ગભરાઈ જઈએ , હારી જઈએ અને દુર્ભાગ્યનાં રોદણાં રડવા બેસીએ તો કદાપિ સફળતા નહિ મળે . એ બધી સમસ્યાઓમાંથી બોધપાઠ લઈને આગળ વધતા રહેવું જોઈએ . અવરોધો આપણને વધારે સમજદાર અને શક્તિશાળી બનાવવા માટે જ આવે છે . તેથી જો આપણે ધીરજપૂર્વક આપણા પ્રયત્નમાં લાગ્યા રહીએ તો વહેલી મોડી સફળતા અવશ્ય મળે છે . વિનો સામે હાર માન્યા વગર જો સતત પ્રયાસ કરવામાં આવે તો દુનિયાની કોઈ તાકાત આપણને સફળ થતાં રોકી શકતી નથી . કવિએ સાચું જ કહ્યું છે કે “ અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો . ”માટે હંમેશા જ્યાં ત્યાં ભટક્યા વગર એકચિત્તે કોઈ પણ ક્ષેત્રમાં અડગ રહો.
Comments
Post a Comment