સીતાફળ ખાવાથી થાય છે આ મોટા ફાયદા
સીતાફળમાં વિટામીન ઈ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદગાર નીવડે છે, સીતાફળ તમારી ત્વચા ઉપર એજિંગની અસર જલદીથી નથી થવા દેતું, આ સિવાય સીતાફળ વાળ માટે પણ ફાયદાકારક છે
અસ્થમાથી બચાવે છે:
સીતાફળનું સેવન તમને અસ્થમાથી બચાવી રાખે છે. સીતાફળમાં વિટામીન B ભરપૂર હોય છે જે તમને અસ્થમાના એટેકથી બચાવી રાખે છે, આમાં બ્રોન્કાઈલ ઇન્ફ્લેમેશનથી બચાવવાના પણ ગુણો હોય છે, વળી સીતાફળમાં રહેલા મેગ્નેશિયમ તમારા હાર્ટને કાર્ડિયાક એટેકથી પણ બચાવી રાખ છે.
વજન વધારવામાં મદદરૂપ :
જે લોકોનું વજન ઓછું હોય અને તેઓ વજન વધારવાની મથામણમાં હોય તે લોકો માટે સીતાફળ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. રોજે એક સીતાફળ અને તેની અંદર એક ચમચી મધ નાખીને ખાવાથી વજન વધારવામાં મદદરૂપ થાય છે.
પાચનશક્તિ વધારે છે :
સીતાફળમાં કોપર અને ફાઈબરની માત્ર હોવાથી તે પાચન શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે, અને સાથે સાથે કબજિયાતની તકલિફ પણ દુર થાય છે. જો તમને ડાયરિયાની તકલિફ હોય તો સીતાફળને તડકામાં સુકવીને રાખવું અને આ સુકવેલા સીતાફળનો પાઉડર બનાવીને પાણી સાથે એક ચમચી પાઉડર લેવાથી ડાયરિયા મટી જાય છે.
પ્રેગ્નન્સીમાં લાભ :
પ્રેગ્નન્સી દરમિયાન સીતાફળ ખાવાથી ગર્ભમાં રહેલા શિશુનું મગજ, નર્વસ સીસ્ટમ અને ઈમ્યુન સીસ્ટમ મજબૂત બને છે, વળી સીતાફળના સેવનથી મીસ્કેરેજની આશંકા પણ ઘટી જાય છે.
બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે :
સીતફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે માત્રામાં હોવાથી માનવીના શરીરમાં તે ઘણું ફાયદાકારક રહે છે અને તેના કારણે બ્લડપરેશ પણ કંટ્રોલમાં રહે છે.
બજારમાં આજકાલ સીતાફળ ની બાસુંદી શેક અને આઈસ્ક્રીમ પણ મળે છે. તે આપણા આરોગ્ય માટે ખુબ સારો છે. તેમાં વિટામીન હોય છે તે ઉપરાંત તેમાં નીયાસીન વિટામીન ‘એ’ રાઈબો ફ્લેવીન થીયામીન તે તત્વ હોય છે તેના ઉપયોગથી આપણને આયરન કેલ્શિયમ મેગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ મળે છે. ખાસ વાત તો એ છે કે સીતાફળમાં આયરન વધુ પ્રમાણમાં હોય છે. તેમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ હ્રદય માટે ખુબ સારું હોય છે મેગ્નેશિયમ શરીરમાં પાણીની ઉણપ નથી થવા દેતું તેના ફાઈબરની વધુ માત્રાથી બ્લડ પ્રેશર ઠીક રહે છે. તેમાં કોલેસ્ટ્રોલ પણ ઓછા હોય છે. તેથી વિટામીન અને આયરન લોહીની ઉણપને ઓછી કરીને હિમોગ્લોબીન વધારે છે.
1
જો તમને કબજીયાતની તકલીફ છે તો સીતાફળથી દુર થઇ શકે છે. સીતાફળમાં જરૂરી પ્રમાણમાં કોપર તથા ફાઈબર હોવાથી જે મળને નરમ કરીને કબજીયાતની તકલીફને મટાડી શકે છે. તેના ઉપયોગથી પાચનતંત્ર પણ મજબુત થાય છે.
ગર્ભવતી મહિલા માટે સીતાફળ ખાવું લાભદાયક હોય છે તેનાથી નબળાઈ દુર થાય છે, ઉલટી કે જીવ ગભરાવવાનું ઠીક થાય છે. સવારના થાકમાં રાહત મળે છે, શિશુના જન્મ પછી સીતાફળ ખાવાથી બ્રેસ્ટ દુધમાં વધારો થાય છે.
3
જો તમે નબળા હો કે તમારે વજન વધારવું હોય તો સીતાફળનો ખુબ ઉપયોગ કરવો જોઈએ. તેમાં કુદરતી સાકર સારા પ્રમાણમાં હોય છે. જે કોઈપણ જાતના નુકશાન વગર વજન વધારીને આકર્ષિત વ્યક્તિત્વ આપી શકે છે. તેના નિયમિત સેવનથી ચોંટી ગયેલા ગાલ અને કુલા તંદુરસ્ત થઈને યોગ્ય આકારમાં આવી જાય છે અને વ્યક્તિત્વમાં નીખાર આવે છે.
4
સીતાફળ ના ઝાડની છાલમાં મળી આવતા ટેનિન ના લીધે દાંત અને પેઢા ને લાભ મળે છે. સીતાફળ દાંત અને પેઢા માટે ફાયદાકારક હોય છે. તેમાં મળી આવતા કેલ્શિયમ દાંતને મજબુત બનાવે છે. તેની છાલને ઝીણી વાટીને મંજન કરીને પેઢા અને દાંત ના દુખાવામાં લાભ થાય છે. તે મોઢાની દુર્ગંધ પણ મટાડે છે.
5
સીતાફળના મળી આવતા વિટામીન ‘એ’ વિઅમીન ‘સી’ તથા રાઈબોફ્લેવીન ના લીધે આંખો માટે ફાયદાકારક હોય છે. તે આંખોની શક્તિને વધારે છે તથા આંખોના રોગોથી પણ બચાવે છે. જે લોકોનું કામ વધુ લેપટોપ ઉપર કરવાનું હોય તેમના માટે આ ફળનું નિયમિત સેવન કરવું ખુબ જ સારું લાભદાયક રહે છે.
6
તે માનસિક શાંતિ આપે છે તથા ડીપ્રેશન તનાવ વગેરે ને દુર કરે છે. કાચા સીતાફળ ની ક્રીમ ખાવાથી દસ્ત અને પેચીશ માં આરામ મળે છે. કાચા ક્રીમને સુકવીને પણ રાખી શકાય છે. જરૂર પડે ત્યારે પલાળીને ખાવાથી દસ્ત મટાડવામાં ઉપયોગી થાય છે.સીતાફળ ખાવાથી સ્વાસ્થ્યના લાભો વિષે જાણકારી વાળો આ લેખ સારો અને લાભદાયક લાગ્યો હોય તો મહેરબાની કરીને લાઇક અને શેયર જરૂર કરશો. તમારા એક શેયરથી જરૂરિયાત વાળા સુધી સાચી જાણકારી પહોચે અને અમને પણ તમારા માટે સારા લેખ લખવાની પ્રેરણા મળે છે. આ લેખ સબંધી તમારા કોઈ સૂચન હોય તો મહેરબાની કરીને કોમેન્ટ થી અમને જરૂર જાણ કરજો.
સીતાફળ ખુબ જ ઠંડાં છે અને વધુ પડતાં ખાવામાં આવે તો શરદી કરે છે. તેના આ ગુણને લીધે જ એનું નામ શીતફળ પડ્યું હશે. પાછળથી સીતાફળ બની ગયું હશે. એ અતી ઠંડુ, વૃષ્ય, વાતલ, પીત્તશામક, કફ કરનાર, તૃષાશામક અને ઉલટી બંધ કરનાર ઉપરાંત મધુર, પૌષ્ટીક, માંસવૃદ્ધી અને રક્તવૃદ્ધી કરનાર, બળ વધારનાર અને હૃદયને હીતકર છે.
Comments
Post a Comment