Euphorbia Tirucalli (ખરસાણી થોર/ ડીંડલીયો થોર
Euphorbia Tirucalli (ખરસાણી થોર/ ડીંડલીયો થોર)
આપણે ત્યાં ડિંડલીયા થોર તરીકે ઓળખાતો આ ખરસાણી થોર લુપ્ત થવાને આરે છે.
લોકોમાં એક એવી એવી માન્યતા છે કે આ થોરનું ક્ષીર આંખમાં પડે તો આંખ ફુટી જાય છે અને તે કારણે લોકોએ આ થોરનું નિકંદન કાઢી નાંખ્યુ છે.
આંખ તો ચુનો પડવાથી પણ ફુટે છે પણ લોકો ચુનાને તો તિલાંજલી આપતા નથી.
હવે આપણે જાગૃત થવાની જરુર છે અને આ થોરને બચાવવાની જરુર છે.
આ ખરસાણી થોર ખુબ જ મોટુ ઔષધીય મુલ્ય ધરાવે છે.
- ટ્રાઇજેમીનલ ન્યુરાલ્જીયામાં સારુ કામ આપે છે.
- આ થોરનું ક્ષીર કેન્સરમાં પણ ઉપયોગી છે.
- આ થોરનું ક્ષીર શરીર પર થતા મસા કાઢવામાં ઉપયોગી છે.
- અસ્થમામાં પણ સારી અસર બતાવે છે.
- કાનના દુઃખાવામાં પણ કામ આવે છે.
- થોરની ડાંડલીને ગરમ કરીને દાંતણ કરવાથી દાંતના દુઃખાવામાં રાહત આપે છે.(એકદમ કુણી ડાંડલી ઉપ્યોગમાં લેવી અને ક્ષીર બળી જાય ત્યાં સુધી શેકવી)
- રુમેટોઇડ આર્થરાઇટસમાં પણ અકસીર છે.
- ઘણી આફ્રીકન પ્રજાતી ડિલીવરી વખતનું લેબર પેઇન ઓછુ કરવા આ થોર નો ઉપયોગ કરે છે.
- આફ્રીકન લોકો નપુંસકતા માટે પણ ઉપયોગ કરે છે.
- સુકા કફને કાઢવામાં પણ ઉપયોગી છે.
- ગોનોરીયામાં પણ કામ આવે છે.
- શરીર પર અસાધારણ રીતે વધતી ગાંઠને ઓગાળવામાં મદદરુપ થાય છે.
- આફ્રીકન લોકો સીફિલસમાં પણ આ થોરને વાપરે છે.
- ડિમેન્શીયામાં પણ ઉપયોગી છે.
- મોટી ઉમરે થતા અલ્ઝાઇમર્સમાં પણ ઉપયોગી છે.
- પર્કીસન્સમાં પણ ઉપયોગી છે.
- મોટી દુધેલી ક્ષીર અને આ ખરસાણી થોરનું ક્ષીર, કાસુન્દ્રોના બીજ, કુવાડીયાના બીજ ને ગૌમુત્રમાં ખરલ કરીને સુર્યતાપમાં ગરમ કરીને ચામડી પર લગાવવાથી સોર્યાસીસમાં ખુબ જ સારુ કામ આપે છે.
આ થોર બ્રેઇન નર્વ્સ પર ખુબ સારુ કામ કરે છે એટલે મગજને લગતા લગભગ બધા રોગમાં ઉપયોગી છે. જેમ કે વાઇ, આંચકી, મેમરી લોસ, ન્યુરાલ્જીયા,અલ્ઝાઇમર્સ,પર્કીસન્સ,ડિમેન્શીયા,વર્ટિગો વિગેરે.
આ થોરનું ક્ષીર ખુબ જ દાહક હોય છે ચામડી અડતા જ ખુબ જ બળતરા થાય છે. આંખમાં પડે તો આંખની દષ્ટિ જવાનું જોખમ રહે છે.
ઉપર બતાવેલ કોઇપણ પ્રયોગ જાતે ના કરવો.
આપણે ત્યાં દેશી વૈધ આ થોરના ક્ષીરનો ઉપયોગ શરીર પર થતા મસા કાઢવામાં કરે છે પણ તે કામ નિષ્ણાંત વૈધની દેખરેખ નીચે જ કરવુ જરુરી.
જાતે કોઇ પ્રયોગ ના કરવો...
નિષ્ણાંત આયુર્વેદાચાર્યનો સંપર્ક કરી સારવાર કરાવવી...
જય ધનવન્તરી..
#RootsberryConcept
Comments
Post a Comment