ઝાડા મરડો મટાડવાના ઉપાયો,અજમાવી જુઓ.
ઝાડા મરડો મટાડવાના ઉપાયો
» અજમો, હરડે, સિંધવ અને હિંગની ફાકી થી મરડો મટે છે.
» મેથીના લોટમાં દહીં ભેળવી ને ખાવાથી મરડો મટે છે.
» મરીનું ચુર્ણ છાસમાં ખાવાથી મરડો મટે છે.
» આંબાના સૂકા ફૂલોના ચૂર્ણ લેવાથી ગમે તેવો જુનો મરડો મટે છે.
લીંબુના રસને ગરમ કરી તેમાં સિંધવ અને ખડી સાકર મેળવીને
પીવાથી મરડો મટે છે.
» ઘોડા તલ અને સાકર વાટી ચાટવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય
છે. મઠ બાફીને તેમાં છીણેલા કાંદા મેળવીને ખાવાથી ઝાડામાં પડતું
લોહી બંધ થાય છે.
» કાંદાને બારીક વાટી ત્રણ-ચાર વાર પાણીમાં ધોઈ દહીં સાથે ખાવાથી
ઝાડા માં પડતું લોહી બંધ થાય છે,
» ડુંટી એ આદુનો રસ ચોપડવાથી ઝાડા મટે છે.
» મેથીની ભાજીના રસમાં ખાંડ મેળવીને પીવાથી મરડો મટે છે.
» માખણ અને ખડી સાકર મેળવીને ખાવાથી મરડો મટે છે.
» કેરીના ગોટલાનું ચુર્ણ છાશ અથવા ચોખાના ઓસામણમાં લેવાથી
» થોડા ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડા અને
મરડો મટે છે.
» તુલસીના પાંચ પાન અને બે ગ્રામ સંચળ, 50 ગ્રામ દહીં મેળવીને
ખાવાથી ઝાડા અને મરડો મટે છે.
» ગરમ પાણી સાથે સુંઠ ફાકવાથી સૂંઠનો ઉકાળો બનાવી તેમાં રૂપિયાભાર
એરંડિયું નાખીને પીવાથી મરડો મટે છે.
» ગાજરનો રસ પીવાથી ઝાડા બંધ થાય છે.
» ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય છે.
» ખજુરના ઠળિયા બળી ને રાખ થઈ ગયા પછી ઠંડા પાણી સાથે પીવાથી
ઝાડા બંધ થાય છે.
» એલચીના ફોતરાની રાખ મધમાં ચાટવાથી ઝાડા બંધ થાય છે.
» સુંઠનું ચુર્ણ છાશમાં મેળવી બબ્બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.
» કાચું પપૈયું પાણીમાં ઉકાળી પીવાથી ઝાડા મટે છે. જાયફળ પાણીમાં
ઘસીને સવાર સાંજ અડધી ચમચી જેટલું ચાટવાથી ઝાડા બંધ થાય છે
Comments
Post a Comment