આ ફળનું સેવન કરવાથી કીડનીથી લઈને મોટી-મોટી બીમારીઓ પણ થઇ જશે રાતોરાત દુર




આ ફળનું સેવન કરવાથી કીડનીથી લઈને મોટી-મોટી બીમારીઓ પણ થઇ જશે રાતોરાત દુર

મખાના જોવામાં તો ગોળમટોળ લાગે છે પરંતુ તે કેટલાંક ઔષધીય ગુણોથી ભરપુર રહેલું છે. આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે. મખાનાનો ઉપયોગ આપણે ભોજનમાં પણ કરતાં હોઈએ છીએ. મખાનામાં પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ ખુબ મોટી માત્રામાં મળી આવે છે. મખાનાથી બનાવવામાં આવેલ ખીર ખુબ સ્વાદિષ્ઠ હોય છે. મખાના ખાવાથી શરીરને અનેક રોગોમાંથી છુટકારો મળે છે.
Hello!

We have launched our online store and if you would like to check our online catalogue, please visit: https://mydukaan.io/mtdshop-p

If you have any questions about ordering online, please call us on +91-9904116532 and we would be happy to help you.

Thank you
MTDSHOP

મખાના કમળના બીજ નથી હોતા, તેની અલગ જ જાત છે, તે પણ તળાવમાં જ ઉગે છે પરંતુ તેના છોડ ખુબ કાંટાવાળા હોય છે, એટલા કાંટાળા કે, જેમાં મખાનાના છોડ હોય છે તે તળાવમાં કોઈ  પણ પ્રાણી પાણી પીવા માટે જતું નથી. તેની ખેતી બિહારમાં આવેલ મિથિલાંચલમાં કરવામાં આવે છે. મખાનાને દેવતાઓનું ભોજન કહેવામાં આવે છે. ઉપવાસમાં તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
તેને કુદરતી હર્બલ પણ કહેવામાં આવે છે. કારણ કે, તે કોઈ રાસાયણિક ખાતર અથવા તો કીટનાશક દવાઓનાં છંટકાવ વગર જ ઉગાડવામાં આવે છે. ઔષધીય ગુણોને લઈ અમેરિકન હર્બલ ફૂડ પ્રોડક્ટ એસોસિએશન દ્વારા તેને ક્લાસ વન ફૂડનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે જીર્ણ અતિસાર, ગ્લુકોરીયા, શુક્રાણુંઓનું ઉણપ વગેરેમાં મદદરૂપ થાય છે. તેમાં એન્ટી-ઓક્સીડેંટ હોવાને લીધે શ્વસન તંત્ર, મૂત્ર-જનનતંત્ર માટે ખુબ લાભદાયક છે. તે બ્લડ પ્રેશર તથા કમર અને ગોઠણના દુઃખાવાને નિયંત્રિત કરે છે. તેના બીજમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વસા, કેલ્શિયમ તથા લોહ, નિકોટીનીક, વિટામીન ‘B-1’ પણ મળી આવે છે.
પાચનમાં સુધારો કરે : મખાના એક એન્ટી-ઓક્સીડેંટ થી ભરપુર હોવાને કારણે તમામ ઉંમરના લોકો એને આસાનીથી પચાવી શકે છે. તેનું પાચન એટલું સરળ છે કે, તેને સુપાચ્ય કહી શકાય છે. આની ઉપરાંત ફૂલ મખાનામાં એસ્ટરીજન ગુણ પણ રહેલાં હોય છે કે, જેનાથી ભૂખમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે.
 ડાયાબીટીસથી પીડિત વ્યક્તિ માટે ફાયદાકારક : ડાયાબીટીસ ચયાપચય વિકાર છે કે, જે ઉચું સાકરનું સ્તરની સાથે હોય છે. તેથી ઇન્સુલીન હાર્મોનનો સ્ત્રાવ કરનાર અગ્નાશયના કાર્યમાં વિઘ્ન ઉભો થાય છે પરંતુ મખાના ગળ્યા તથા ખાટ્ટા બીજ હોય છે. તેના બીજમાં સ્ટાર્ચ તથા પ્રોટીન હોવાને કારણે તે ડાયાબીટીસનાં દર્દીઓ માટે ઉત્તમ છે.


કીડનીને મજબુત બનાવે :
 મખાનાના સેવાળ કીડની તેમજ હ્રદય માટે ખુબ લાભદાયક છે. ફૂલ મખાનામાં મીઠું ઓછું હોવાને કારણે તે સ્પ્લીનને ડીટોકસીફાઈ કરીને, કીડનીને મજબુત બનાવવા તેમજ લોહીને પોષણ કરવામાં મદદરૂપ થાય છે. આની સાથે જ મખાનાનું નિયમિત સેવન કરવાથી શરીરમાંથી નબળાઈ દુર થાય છે તેમજ આપણું શરીર તંદુરસ્ત રહે છે.
દુ:ખાવામાંથી છુટકારો : 
મખાના કેલ્શિયમથી ભરપુર રહેલાં છે, જેથી સાંધાના દુઃખાવા, ખાસ કરીને તો આર્થરાઈટીસના દર્દીઓ માટે તેનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આની સાથે જ એનું સેવન કરવાંથી શરીરના કોઈપણ અંગમાં થઇ રહેલ દુઃખાવા જેમ કે, કમરનો દુઃખાવો તેમજ ગોઠણનો દુઃખાવામાંથી આસાનીથી રાહત મળે છે.
આની સાથે જ મખાના શરીરના અંગ સુન્ન થવાથી રક્ષણ કરે છે. ગર્ભવતી  મહિલા તેમજ પ્રેગ્નેસી બાદ નબળાઈનો અનુભવ કરનાર મહિલાઓને પણ મખાના ખાવું જોઈએ.  મખાનાને દુધમાં ભેળવીને ખાવાથી પેટની બળતરામાંથી છુટકારો મળે છે.






Comments