હવે શિયાળાની ઋતુ સાથે બજારમાં હવે લીલી હળદર
હવે શિયાળાની ઋતુ સાથે બજારમાં હવે લીલી હળદર ખૂબ જોવા મળે છે. બજારમાં જોવા મળતી હળદર બે પ્રકારની હોય છે. એક પીળી અને બીજી સફેદ કલર ની. બંને હળદરનાં આયુર્વેદિક રીતે સરખા હોય. સૂકી હળદર કરતાં લીલી હળદર અતિ ઉત્તમ અને વધારે ગુણકારી છે અને ઠંડીની સીઝનમાં લીલી હળદર ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. જો તમે લીલી હળદરનું નિયમિત રીતે જમવામાં આહારમાં લો તો ઘણી ગંભીર બિમારીઓથી તમારા શરીરને બચાવી શકે. હળદરને ભારતીય મસાલાની શાન ગણવામાં આવે છે. કોઈપણ ભોજન હોય તે હળદર વગર અધૂરું જ ગણાય.
હળદરના આ સાથે સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા છે. હળદરથી તો તેમાંથી ભરપૂર પ્રમાણમાં આયન મળી આવે છે. તેલીબિયાં લોહીમાં હિમોગ્લોબીન નું પ્રમાણ વધારે છે અને તે લોહી માં લાલકણો નુ ઉત્પાદન વધારે છે. તેથી શરીરમાં દરેક અવયવને ઓક્સિજન મળે છે. જેથી લીલી હળદર ખાવાથી એનિમિયા જેવા ગંભીર રોગોમાં રાહત થાય છે. આ ઉપરાંત લીલી હળદરમાં પોટેશિયમ હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયના ધબકારા ને પણ નિયંત્રણમાં રાખે છે. તેમાં મેંગેનીઝ નામનું એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે.
સવારે દરરોજ એક લીલી હળદર નો ટુકડો ખાવાથી અને કફ આવવાની સમસ્યા,ચામડીના રોગો અને ડાયાબિટીસ, લોહીનો બગાડ, સોજા આવી જવા, મોઢામાં ચાંદા પડવા, શરીરમાં થાક અને ખંજવાળ જેવી વગેરે બાબતોમાં રાહત મળે છે. લીલી હળદરમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન હોય છે. તે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જો તમે મેદસ્વિતાની સમસ્યા પીડાતા હોવ લીલી હળદર ખાવાથી તમારી ચરબી ઓગળે છે. એ ઉપરાંત હળદર એક એન્ટીસેપ્ટિક પણ છે. જો શરીરમાં ક્યાંય પણ ઘા લાગ્યો હોય તો તે રુજાવા માટે હળદરનો પાવડર કરવામાં આવે છે.
તેથી ઘા જલદી રુઝાઈ જાય છે. આ ઉપરાંત તે લોહીને શુદ્ધ કરે છે. પેશાબને લગતા રોગો,લોહીનો બગાડ,લીવરના રોગો,કમળો,અને કાકડાના ઇન્ફેક્શન જેવા રોગો આ ઉપરાંત ગળાને લગતા તમામ રોગો અને અવાજ બેસી જવો એવી સામાન્ય સમસ્યામાં હળદર ખૂબ જ અસરકારક છે. આ ઉપરાંત તે તમારી ચામડીને અત્યંત સુંદર બનાવે છે અને તમારી ચામડી પર રહેલી ધૂળ દૂર કરે છે અને ખંજવાળ મટાડે છે અને પેટને લગતા રોગો જેમ કે કબજિયાત, અપચો માં રાહત પહોંચાડે છે.
હળદરમાં કયુમીન નામ એક એંટીઓક્સીડેંટ હોય છે. તે ફ્રી રેડીકલસ થતા નુકસાનથી આપણા શરીરને બચાવે છે. કેન્સર જેવા રોગોમાં હળદરનું સેવન ની સલાહ આપવામાં આવે છે. હળદર ને લગતા રોગોમાં પણ અતિ ઉત્તમ છે. સ્કીન પર રહેલા ડાઘા પણ દૂર કરે છે. લીલી હળદરને દરરોજ શિયાળામાં તમારા ખોરાકમાં તરીકે તમે લઇ શકો છો. આમ કરવાથી તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો તે દૂર થાય છે. તે ઉપરાંત પેટમાં કૃમિ કરમિયા થયા હોય તો તેમાં પણ અતિ લાભદાયી છે.
આ ઉપરાંત જો કોઈ ના શરીર માં હાડકા નો દુખાવો હોય તો તેને દરરોજ લીલી હળદરનું સેવન કરવું જોઈએ આમ કરવાથી એ દુખાવામાં રાહત મળે છે. લીલી હળદરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન કાર્બોહાયડ્રેટ આયર્ન ફોસ્ફરસ કેલ્શિયમ અને ઘણા બધા વિટામિન હોય છે. લીલી હળદરમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. તેથી તે બ્લડ પ્રેશર અને હ્રદયરોગ ના દર્દીઓ માટે ઉત્તમ ગણાય છે.
જો તમને પાચનને લગતી સમસ્યાઓ હોય તો લીલી હળદર આંબા મોરી અને આદું સલાડ દરરોજ બપોરે ભોજનમાં લેવાથી પાચન લગતી તમામ સમસ્યા દૂર થાય છે. લીલી હળદર લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. તે શરીરમાં રહેલા ઝેરી તત્વો પણ દૂર કરે છે. અને શરીરમાં લોહી ની ગાઠ થતી રોકે છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓને પણ ખૂબ રાહત પહોંચાડે છે.
Comments
Post a Comment