આજથી ૫૦ વરસ પહેલાના લગ્નના જમણવારનો અહેવાલ
આજથી ૫૦ વરસ પહેલાના લગ્નના જમણવારનો અહેવાલ દાળવાટકી, પિત્તળની ડોલ ને કમંડળ ને ચમચા ને છરીયુ ને પુરી દબાવવાના મશીન ને છીણી ને એવુ બધુ વહેવારવાળાને ત્યાં ગોતવા નિકળી જાય એ કટંબમાં લગન પરસંગ એટલે કે વરો છે એમ સમજી લેવાતુ. કેટરીંગ તો હતુ જ નહી પણ મંડપવાળા ય શહેરમાં જ હતા. એટલે માડવા કારવવા તાપડા-તાલપત્રી ને મોદ માગી લવાતા. અને ઠામ-વાસણ કુસણ પણ પાડોશ માંથી કે પીપ હોય ત્યાંથી બેક દિ- ઘડી સાપડી લઇ લેતા. વર કે કન્યાના બાપા તો લગનને છો મહીનાની વાર હોય ત્યાં જ નમ્ર બની ગયા હોય. સારાની સારાઇનો લાભ અને સેવા નહીતર બરાબર મળે નહી. વાંકુ તો કોઇ હારે મુદ્દળ નહી પાડવાનું. ચપટી બુધાલાલ તમાકુથી માંડીને રકાબી ચા સુધીનો બધોય વહેવાર હારી રીતે હાચવવાનો. જો કે તો ય પરિવારમાં કોકે તો ટાણે જ લબડાવાનું નક્કી કર્યુ હોય તે ઇ તો "ઉહુઉઉઉક.... મારે નથી આવવુ, ધીરાની લગ્નમા માં મોહનો ટાણે જ વાડીએ વયો ગ્યો'તો ઇ મને હજી હાંભરે છે.." કરીને રીહાય. એને વળી માંડ માંડ વડીલો મનાવે અને બીજે દિ ડાયરો હોય, ઘરધણી એની તૈયારી કરે. બીજી કોર ગામનો કોઇ વાળંદભાઇ હાથમાં નોતરાનો ખરડો લઇ, સાયકલ પર સવાર થઇ નિકળી ગયો હોઇ. તે...